________________
૨૧. ધર્મનો અર્થ ખપી હોય. ૨૨. આલોચક હોય. ૨૩. ઉપાયોને ભણનાર હોય. ૨૪. શાંતિવાળો હોય. ૨૫. દક્ષ હોય.
૨૬. દાક્ષિણ્યવાળો હોય. ૨૭. ધીર હોય.
૨૮. ગંભીર હોય. ૨૯. ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય. ૩૦. અપ્રિશ્ન હોય. ૩૧. પરોપકારી હોય.
૩૨. વિનયવાન હોય. ૩૩. સમત્વયુક્ત હોય. ૩૪ વનુ વર્ણન તિર્થંકરના વર્ણનમાં ૩૪ અતિશયો આવી ગયા છે. ત્યાંથી જોઈ લેવું
૩પ વસ્તુ વર્ણ માર્ગાનુસારીના ૩૫ ગુણ: ૧. ન્યાયથી જ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખે. ૨. જ્ઞાન કિયાએ કરી ઉત્તમ પુરૂષના આચારની પ્રસંશા કરવી. ૩. સમાન ગોત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખવું. ૪. સર્વ પ્રકારના પાપ કાર્યોથી હંમેશાં ડરતા રહેવું. ૫. દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિ.
કોઈના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિ. ૭. અતિગુમ તે વિશેષ રસાવાલા ઘરમાં રહેવું નહિ. ૮. હંમેશા ઉત્તમ પુરૂષોનો સંગ સમાગમ કરવો. ૯. માતાપિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. ૧૦. દરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો. ૧૧. લોકોમાં નિંદા થાય તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨. સ્વશક્તિ અનુસાર ખર્ચો કરવા લક્ષ રાખવું. ૧૩. સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખવું. ૧૪. બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કરવો. ૧૫. હંમેશા ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિ.
કનકકૃપા સંગ્રહ
૧૧૩