________________
૧૬. પ્રથમનો આહાર પચ્યા પછી જ બીજો આહાર કરવો. આ ૧૭. જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિ. ૧૮. ધર્મ, અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. ૧૯. મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપા દાન દેવું. ૨૦. ખોટા હઠ કદાગ્રહ કરવો નહિ,સરળતા રાખવી, મારૂં કે તારું સારું કે ખોટું તેવી
ભાવના ન કરવી. ૨૧. ગુણીજનોનો પક્ષ કરવો, તેમની દાક્ષિણ્યતા રાખવી. ૨૨. ધર્મ અને રાજ્યને અનુસારે જ કામ કરવું. ૨૩. પોતાની શક્તિ અનુસારે જ કામ કરવું. ૨૪. જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષોની ભક્તિ કરવી. ૨૫. પોષણ કરવા લાયક જનોનું પોષણ કરવું. ૨૬. શુભાશુભ પરિણામનો વિચાર કરી કામ આરંભવું. ૨૭. દરેક બાબતમાં વધુમાં વધુ જાણકાર રહેવું. ૨૮. કોઈનો પણ ઉપકાર કદાપિ ઓળવવો નહિ. ૨૯. દરેક શુભ કામમાં હંમેશાં લોકપ્રિય રહેવું. ૩૦. લજ્જાવાન થવું. ૩૧. સર્વ જીવન દયામય જ ગુજારવું. ૩૨. સૌમ્યદષ્ટિ રાખવી. ૩૩. પરોપકાર કરવામાં સદાય સમર્થ થવું. ૩૪. કોઈ માન માયા લોભ રાગ હર્ષ એ શત્રુને નાશ કરવા (જીતવા). ૩૫. પાંચ ઈન્દ્રિયો ઉપર કાબુ રાખવો.
છત્રીસ વસ્તુનું વર્ણન શ્રાવકના ૩૬ કર્તવ્યો: ૧. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનો સ્વીકાર ૨. મિથ્યાત્વનો સર્વ ત્યાગ ૩. સમ્યકત્વનો સ્વીકાર
૪. સામાયિક ૫. ચઉવિસો
૬. વંદના
- ૧૧
કનકકુપા સંગ્રહ