________________
(તું છે મહાવીર
(રાગ : દાદાજીના દેરા ઉપર ટહુક ટહુક બોલે)
ઉજળી તારી વાણીથી ઉજળું મારું દિલ, પ્રભુ તારી (૨) વાણીમાં બનવું સદાલીન, | બનવું સદાલીન પ્રભુ તું છે મહાવીર.
ઉજળી...૧ મીઠી તારી વાણીને મીઠા તારા બોલ ભવ્યાત્માના (૨) પ્રશ્નો બધા થાય તિહાં સોલ થાય તિહાં સોલ પ્રભુ તું છે અણમોલ
ઉજળી..૨ કંઈક આવે કંઈક જાવે પ્રભુ તારા મંદિર ભવ મુસાફિર (૨) શરણે આવ્યો તારજો મહાવીર. તારજો મહાવીર પ્રભુ તું છે મારે શીર
ઉજળી..૩ પ્રભુ તારા નામ કેરી માળા જપુનીત, તારું નામ (૨) જપતા મારા કર્મો બધા પીલ. કર્મો બધાપીલ પ્રભુ તું છે જગદીશ
ઉજળી..૪ પ્રભુ નામ જપતા સવિ દુઃખ દૂર થાય. કન “કિત” તારી ગાતાં, સૌ ને સુખ થાય. સહુને સુખ થાય તારા ગુણો “હરિ' ગાય.
ઉજળી..૫
રચના સમય - વિ. સં. ૨૦૫૧ વૈશાખ સુદમાં. સ્થળ : પેટલાદ નગર.