________________
નેમી વન લો
મતિ જાઓ નેમિ મોરા વનલાજી (સ્થાઈ)
તમે સુણિ રે પશુડાંરી પોકાર, - મને છોડીને હાલ્યા ગીરનાર
મતિ...૧
મારા મનડારી ભાંગી ગઈ આશ રે હું તો દિલડામાં થઈ છું હતાશ
મતિ...૨
નવ ભવાંરી બાંધેલી મીઠી પ્રીત રે હવે તોડવાની કરો કેમ રીત
મતિ...૩
અહીં આવ્યા તારે કરવા મિલાપ રે હવે રાજુલ કરે વિલાપ
મતિ...૪
કનક “કિર્તા'' ગુરુની મીઠી વાણ હરિ' ગાવે રે તમારા ગુણગાન
મતિ..૫
રચના સમય - વિ. સં.૨૦૫૧ ભાદરવા વદ ૧૦. મંગળવાર
તા. ૧૯-૯-૯૫ સ્થળ : મામાની પોળ, વડોદરા.