SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અતિપાપીવિષયક, (૨) અહિતવિષયક, (૩) અકાલવિષયક, (૪) અપમાનવિષયક, (૫) સાંસારિકસુખવિષયક, (૬) ગુણવિષયક, (૭) મેક્ષવિષયક અને (૮) સર્વવિષયક. આ તરકશિ અ (૧) અતિપાપીવિષયક માધ્યચ્યઃ—જેઓ કુગુરુઓથી ખોટે ભાગે ચડાવી દેવામાં આવ્યા છે, જેમને ગલમિથ્યાદર્શન અને અજ્ઞાનને તીવ્ર ઉદય છે, હિતોપદેશ સાંભળ્યા પછી પણ જેઓ અહિતને છેડતા નથી અને હિતને આચરતા નથી, જેમને સત્ય તરફષ છે, જેમાં ગ્રહણ, ધારણું, વગેરે બુદ્ધિના ગુણથી રહિત છે, જેઓ અભક્ષ્યભક્ષણ, અપયપાન, અગમ્યગમન, મુનિઘાત વગેરે દૂર કર્મોમાં કંપ વિનાના છે, જેઓ વીતરાગ, સદ્ગુરૂ અને સદ્ધર્મના નિર્દક છે, જેઓ સદોષ એવા પોતાના આત્માની પ્રશંસામાં મગ્ન છે અને જેમ મુદ્ગ પાષાણ પર પુષ્પરાવર્ત મેધની વર્ષોથી કંઈ પણ અસર થતી નથી, તેમ જેમના પર સદુપદેશની પ્રચંડ વર્ષા નિષ્ફળ જાય છે, એવા અતિપાપી, ગુરુકમ, દેષપંકનિમગ્ન અને અવિનીત આત્માઓના દે તરફ ઔદાસિન્ય (ઉપેક્ષા) તે અતિપાપીવિષયક પ્રથમ માધ્યસ્થ છે. (આ વ્યવહારનયનું માધ્યચ્યું છે. નિશ્ચયનયનાં માધ્યનું વર્ણન “સર્વવિષયક માધ્યમાં કરવામાં આવશે.) મિથ્યાદર્શન : અતત્ત્વને તત્ત્વ માનવું અને તત્ત્વને અતત્વ માનવું, હેયને ઉપાદય માનવું અને ઉપાદેયને હેય માનવું, વગેરે. +ગ્રહણ વસ્તુને બાધ. ધારણ = તે બેધનું ટકી રહેવું.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy