________________
આંતરિક ગુજારવ
–મૈત્રી—
મૈત્રી ભાવનુ' પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧.
–પ્રમાદ–
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સતાના ચરણ-કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ર.
-કરુણા—
દીન, ક્રૂર ને ધર્મવિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્રોત વહે. ૩.
—માધ્યસ્થ્ય—
માર્ગ ભૂલેલા જીવન–પથિકને, માર્ગ ચિંધવા ઊભા રહું; કરે ઉપેક્ષા એ માગની, તા યે સમતા ચિત્ત ધરુ. ૪.
6
[ એક ભાવનાપ્રિય વ્યક્તિને
આ આંતરિક ગુજારવ છે]