________________
આવે, બધા મળીને રોજ સવારમાં (નીચેની) મૈિત્રીભાવનાથી આપણું હદયને વિશાળ અને પવિત્ર બનાવીએ
સર્વને મિત્ર છું, બધા મારા મિત્ર છે, કેઈ પણ જીવ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, કેઈની સાથે પણ મારે વર નથી, કોઈ પણ મારે અપરાધી નથી, સર્વને ધર્મનાં સાધનની પ્રાપ્તિ થાઓ, બધા ધર્મને પામે, વૈર, ઈર્ષ્યા, અસૂયા, અપમાન, મત્સર, દ્રોહ વગેરે કરનારા પ્રાણીઓની તે તે અશુભવૃત્તિઓ નાશ પામે, બધાના રાગ-દ્વેષ શમી જાઓ, બધા પારકાના હિતમાં રત બને, બધાને સમત્વરૂપ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ, બધા જીવો દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખુબ ખુબ આગળ વધે, સર્વ જી કર્મોથી મુકત થાઓ અને સર્વ આત્માઓ પરમકલ્યાણને પામે.”