SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થામાં કરૂણા હોય છે. પૂર્વે અજ્ઞદશામાં પાપીઓ અને પાપનાં સાધને તરફ પ્રમેદ હોય છે, જ્યારે જ્ઞાનદશામાં તેમના તરફ માધ્યચ્ય હેય છે. તાત્પર્ય એ છે કે જે ભાવનાને જે વિષય ન હોય, તેને તે ભાવનાને વિષય બનાવ, એ “વિપરીતત્વ” છે; જેમ, કેટલાક જીવોને ધર્મ પ્રત્યે અરૂચિ હેય છે, તેઓ પ્રમોદ ભાવનાને વિષય જે ધર્મ ? તેના પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે. આને જ ભાવનાનું “અસ્થાન નિયોજન કહેવાય. આવું નિજન જ સંકલેશનું મૂળ છે. - શ્રી શાસ્ત્રકાર ભગવંતે આ ભાવનાઓને ધર્મનું મૂળ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, આ ચાર ભાવનાએથી ધર્મની શરૂઆત થાય છે, ધર્મ પુષ્ટ બને છે અને ધર્મનાં પ્રત્યેક અંગમાં આ ચાર ભાવનાઓમાંની એકાદ ભાવના તે હોય જ છે. આપણું મને ભૂમિમાં પણ જે ધર્મ” રૂપ કલ્પવૃક્ષને કાયમ રાખવો હોય, તે તે કલ્પવૃક્ષના મૂળ રૂપ આ ભાવનાઓને આપણે પુષ્ટ કરવી જ પડશે. પિતાના ચિત્તમાં રહેલા ભાવનાઓનાં આ વિપરીત્યને દૂર કરીને “સમ્યકત્વ'ને લાવવું, એ સાધકનું પ્રથમ કર્તવ્ય અને છે. ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લોહ, અબ્રખ વગેરે રસાયણે પુષ્ટિ આપે છે, તેમ આ ચાર ભાવનાઓ આર્ય અને રૌદ્રધ્યાનથી થતા આંતરિક ક્ષયને નાશ કરીને ધર્મધ્યાનરૂપ આત્મદહને પુષ્ટ કરે છે. ત્રુટિત
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy