________________
:
".
"
નવ તત્ત્વને બદસાત-જાતનાં સાત પ્રકરણો કરવામાં આવ્યાં છે. જ્ઞાન અને દર્શન થયા પછી ચારિત્રની ખાસ જરૂર છે એટલે ચારિત્રને કથન કરનાર આઠમું પ્રકરણ છે. ત્યારપછી પૂર્વના પ્રકરણના સાર રૂપ અને સાથે કેટલીક બીજી બાબતેના ખુલાસાવાળું સર્વતત્ત્વ રહસ્ય નામનું નવમું પ્રકરણ આપીને આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવ્યો છે. - આ ગ્રંથ નિશ્ચય અને વ્યવહાર બન્નેની અપેક્ષા સાથે લખવામાં આવ્યો છે, શુદ્ધ વ્યવહારનું પણું વર્ણન સાથે આપેલું છે, આજકાલ જે એકલા અશુદ્ધ અને શુદ્ધ વ્યવહારના ગ્રંથો લખાયેલા નજરે પડે છે તેવા વખતમાં શુદ્ધ વ્યવહાર અને નિશ્ચયના વર્ણનવાળો આ ગ્રંથ જરૂર ઉપયોગી થવા સાથે આવકાર દાયક થઈ પડવા સંભવ છે. મૂળ વસ્તુ કે જે પિતાને પ્રાપ્ત કરવી છે અને તે આત્મા પોતેજ છે, તેવું જ્ઞાન જ્યાં સુધી જીવ સારી રીતે જાણું શક્ય ન હોય ત્યાં સુધી જીવ તે વસ્તુ પ્રાપ્ત કરી શકે નહિં, એટલા માટે આવા ગ્રંથની મનુષ્યોને ઘણું. જરૂર છે. અને તે જરૂરીયાત આ ગ્રંથથી કેટલાક અંશે પાર પડે તે ઠીક એવી માન્યતાવાળો આ ગ્રંથ લખવાને ઉદ્દેશ છે.
- આ ગ્રંથના અધિકારીઓ સત્ય વસ્તુના શોધક અને ઈચ્છક છે છે. આ વિશ્વની મેહની માયાથી કંટાળેલા અને આત્માના અખંડ આનંદને ઇચ્છાનારાઓને આ ગ્રંથ તેમના માર્ગમાં મદદગાર થશે એમમારી માન્યતા છે. ' આ ગ્રંથ મેં સ્વતંત્ર લખ્યો નથી. એમાં તે પ્રભુ મહાવીરનો બોધ ભરેલું છે. તે બોધ પ્રભુ મહાવીરને ઉપદેશેલો છે અને પૂર્વના સમર્થ બુદ્ધિમાન આચાર્યોએ સંગ્રહી રાખેલ છે તેમાંથી સારરૂપ ભાવાર્થ લઈને જેમ સુતાર કે કડી જુદા જુદા પડેલા પથ્થર ઇંટ ચુને અને