________________
अर्हनमः
પ્રસ્તાવના આ ગ્રંથનું નામ મહાવીર તત્ત્વ પ્રકાશ એટલા માટે રાખવામાં આવ્યું છે, કે આની અંદર મહાવીર પ્રભુના મુખ્ય સિદ્ધાંત તરિકે મનાતા જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર, . નિર્જરા અને મોક્ષ રૂપ તાનું વર્ણન કરવામં આવેલા છે. આવા તત્વને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથ છપાયેલ છે છતાં આ ગ્રંથ તે બધા ગ્રંથની અપેક્ષાએ જુદીજ દષ્ટિએ લખાયેલું છે. આત્માને લક્ષમાં રાખીને દરેક તત્ત્વમાં આત્માની મુખ્યતા રાખવા પૂર્વક તે તે તરોનું વર્ણન અધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવેલ છે. આજ સુધીમાં તત્વ સંબંધી બહાર આવેલા ગ્રંથમાં આ પંક્તિનો ગ્રંથ પ્રથમજ છેએમ મારી માન્યતા છે. આવા ગ્રંથો આત્મ દૃષ્ટિને વિકાશ કરનારા અને સત્તામાં રહેલી આત્મ શક્તિને જ ગાડનારા છે. પ્રભુ મહાવીર દેવ જ્યાં જ્યાં વિચારતા ત્યાં ત્યાં તેમને મુખ્ય ઉપદેશ આજ હતો કે “ જીવો કર્મોથી કેવી રીતે બંધાય છે અને તેનાથી કેવી રીતે છૂટે છે. ” આ સર્વ હકીકત આ ગ્રંથમાં હેવાથી તે ગ્રંથનું નામ “મહાવીર તત્વ પ્રકાશ” રાખવામાં આવ્યું છે તે યથાર્થ છે. આ તો નિશ્ચય વ્યવહાર પૂર્વક બબર સમજવા તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા થવી તે દર્શન છે અને તે પ્રમાણે આવતાં કર્મને અટકાવી પૂર્વના કર્મની નિર્જરા કરવી તે ચારિત્ર છે. એટલે લખ્ય જ્ઞાનર્સના જાણિ મહામાર્ગ આ પૂર્વાચાર્ય રચિત સૂત્ર એ જ મોક્ષને માર્ગ છે. તે માર્ગનું વિવરણ આ ગ્રંથમાં છે. પુન્ય. અને પાપને આશ્રવ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે