________________
કેટલા મહત્ત્વના છે તે આ ગ્રંથના વાંચનથી જ જાણી શકાય તેવું છે. હ`ટ વારન સદ્ગત અંધુ શ્રી વીરચંદ રાધવજી કે જેઓ સને ૧૮૯૨ માં ચીકાગા ( અમેરિકા ) સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આમંત્રણથી ગયા હતા અને જે જૈન ધર્મના ખરેખરા અભ્યાસી હતા, તેમને મી. વારનને પરિચય ત્યાં થતાં, તેમના પાસેથી જૈન ધર્મનું પાતસર જ્ઞાન મેળવવા તેમણે પ્રયત્ન કર્યાં. ( મી. હટ વારનના કહેવા પ્રમાણે મી. વારન તેમના શિષ્ય હતા. ) મી. હટ વારન પ્રોફેસર હરમન જેકામીના પણ ખાસ પરિચિત હતા, તે સિવાય તેએ અત્રેના જે જે વિદ્રાન જૈન બંધુઓના પરિચયમાં આવ્યા એ વગેરે હકીકત જાણવા યોગ્ય છે, જે મી. વારનના પરિચયવાળાં પ્રકરણમાં આપી છે. મી. હ વેારન એકલા જૈન ધર્મના અભ્યાસી હતા તેમ નહિં, પરંતુ તેઓએ શ્રાવકના વ્રતા અંગીકાર કર્યાં છે; વળી તે ઉપરાંત તેમના હાલના આચારવચાર વગેરે કેવા છે તેને ટૂંક પરિચય પણ તે પ્રકરણમાં આપવામાં આવેલ છે. ખીજા પાશ્ચિમાત્ય વિદ્વાને જ્યારે જૈન ધર્મના માત્ર અભ્યાસી હાય છે, ત્યારે મા. એચ. વારન અભ્યાસી હાવા સાથે જૈન ધર્મ ઉપર અનન્ય શ્રદ્ઘા ધરાવનાર, દેવગુરૂનું પૂજન કરનાર, નિત્ય સામાયિક કરનાર વગેરે તેમને આચાર અને ક્રિયામાર્ગ છે. મી. વારને આ ગ્રંથમાં જૈન ધર્મ સંપૂર્ણ આસ્તિક છે એમ શાસ્ત્રીય પ્રમાણેાથી સિદ્ધ કર્યુ છે. ચૂરાપ અને અમેરિકાના જૈનધર્મના અભ્યાસીઓ અને વિદ્વાનામાં બધુ વાનનું સ્થાન બહુ જ આગળ પડતું છે, તેમજ જૈન ધર્મના પ્રખર અભ્યાસ અને અનન્ય શ્રદ્ધાથી તેમની પ્રતિષ્ઠા ત્યાં ખૂબ જામેલી છે. સાચું તે જ મારૂં, અને સંશાધકવૃત્તિના પરિણામે, સત્ય ગ્રહણ કરવાની જિજ્ઞાસાના કારણે, જૈન ધર્મના સતત અભ્યાસે, અનુભવે અને અનન્ય શ્રદ્ધાએ આ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનેા વિષય લખવામાં સંગ્રાહક વૃત્તિના જ સી. એચ. વારતે ખાસ ઉપયોગ કરેલા હેાવાથી આ ગ્રંથ જિજ્ઞાસુની દૃષ્ટિએ એક મા દર્શીક થઇ પડે તેવા છે.