________________
પ્રાસંગિક વકતવ્ય.
-
-
-
પાશ્ચિમાત્ય વિદ્વાન તરફથી જૈન ધર્મના સાહિત્ય સંબંધી નિબંધ, લેખે અને ગ્રંથ સેંકડો લખાએલ છે કે જે ઈંગ્લીશ, ફ્રેંચ, જર્મન, ઈટાલીયન વગેરે ભાષામાં મળી શકે છે; પરંતુ જૈન ફિલોસોફી (તત્ત્વજ્ઞાન) સંબંધી પ્રારંભિક પરિચય કરાવવા માટે ઘણું જ ટૂંકા સ્વરૂપમાં જૈન ધર્મનો પરિચય સહેલાઈથી કરાવી શકે, તેવો અત્યાર સુધી એક પણ ગ્રંથ ગુજરાતી ભાષામાં અનુવાદ તરીકે પ્રગટ થયેલ નથી. એવો એક ગ્રંથ મી. હર્બટરને ઈંગ્લીશ ભાષામાં ઘણું વખતથી તૈયાર કરેલો જે તે જ ભાષામાં પ્રગટ થયેલ છે, જે ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પઠનપાઠન માટે ઘણો જ ઉપયોગી છે એમ બંધુશ્રી લાલને જણાવ્યું.
અને તે તપાસતાં અમને માલૂમ પડયું કે આ ગ્રંથ ગુજરાતી ' ભાષામાં પ્રગટ થાય તે જૈન સમાજ જાણી શકે કે, પશ્ચિમના વિદ્વાને, શોધકોએ પોતે કરેલા અભ્યાસના પરિણામે જૈન દર્શન માટે પિતાને અનુભવ વિદ્વત્તાપૂર્ણ રીતે કેવી રીતે લખે છે, તેમજ તેવા ગ્રંથદ્વારા બતાવેલ જૈન તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ જૈન શાળાઓમાં જૈન દર્શનને પ્રાથમિક પરિચય કરાવવા માટે કેટલું ઉપયોગી છે; વળી ઈંગ્લીશ ભાષાની ઉચ્ચ કેળવણી લેતાં અને લીધેલા વિદ્યાર્થીઓ-જિજ્ઞાસુઓ માટે આવો ગ્રંથ