SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જોડાયા. ભાઈ ચંદુલાલની વય નાની હોવા છતાં તેમની ચંચળ અતિ અને ચાલાકીથી વેપારીમાં પણ ગણના થવા લાગી. સાથે સાથે તેમણે જૈન યુવક મંડળ વિગેરે સામાજિક સંસ્થાઓમાં રસ લેવાનું શરૂ કર્યું અને તેમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા. સંવત ૧૯૭૮ ની સાલમાં ચંદુલાલના લગ્ન વાળુકડવાળા શેઠ નરશીદાસ વીરચંદની પુત્રી તારાલક્ષ્મી સાથે કરવામાં આવ્યા. સુભાગ્યે એ દંપતી જીવન પણ સુખી અને સંતોષી હતું. દરમ્યાન સુપ્રસિદ્ધ શ્રી જેન આત્માનંદ સભાના લાઈફ મેમ્બર પણ થયા હતા. ભાઈ ચંદુલાલે શિક્ષણ એાછું લીધેલ અને સારી સ્થિતિના હોવા છતાં જીવન વ્યવહારમાં નિયમિત અને સાદા હતા. તેમનામાં સંસ્કારિતા હતી, ઉદારતા હતી. તેઓ છુપી રીતે ગરીબ માણસને સહાય આપતા તેમજ વિદ્યાર્થીઓ પ્રતિ તેમને અતિ પ્રેમ હેઈ તેમને એગ્ય મદદ આપવામાં જરા પણ સંકોચ રાખતાં નહિં. વળી તેમની ધાર્મિક વૃત્તિ બહુ નિર્મળ હાઈ વારંવાર તીર્થયાત્રાએ કરવામાં આનંદ માનતા. ખુલ્લી હવામાં ફરવાને તેમજ કસરત અને જાતમહેનત કરવાને તેમને શેખ હતો. આઠ-દસ માઈલ ફરવા જવું એ એને ક્રમ હતો. ચંદુલાલમાં યુવાનીને તનમનાટ હતો અને નવયુગને સંદેશ તેમણે સાંભળ્યું હત-ઝીલ્યો હતો. મહાત્મા ગાંધીજીના વિચારે તેમણે વાંચ્યા હતા અને તેની અસર તેમના જીવનમાં સ્પષ્ટ જણા આવતી હતી. નવયુગની ચળવળ તરફ તેમની સક્રિય સહાનુભૂતિ હતીરાષ્ટ્રીય લડત પ્રત્યે પણ તેમની હમદર્દી હતી. વરસોથી તે શુદ્ધ ખાદી જ પહેરતા અને ખાદીમાં તેમને અટલ શ્રદ્ધા હતી જેથી તેમની છેલ્લી બિમારીમાં પણ અશક્તિ આવી ગઈ ત્યારે સગાઓ અને સ્નેહીઓની આગ્રહભરી સુચના છતાં અંત પણ સુધી ખાદી માટે મક્કમ રહ્યા હતા.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy