SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગત યુવક શ્રી ચંદુલાલ વલ્લભદાસની જીવન રૂપરેખા. કઈ સ્નેહીજનનું અવસાન થાય ત્યારે માણસને કુદરતી રીતે ક્ષોભ થાય છે પણ તેમા જ્યારે આશા આપતા નિકટના સ્વજનનું અણધાર્યું મૃત્યુ થાય છે ત્યારે હૃદયને ઉંડે આઘાત લાગે છે. ભાઈ ચંદુલાલ વલભદાસના. ભર યુવાવસ્થામાં ૩૦ વર્ષની વયે થયેલા અકાળ અવસાનથી તેમના કુટુંબને અને તેમના પરિચયમાં આવેલા સ્નેહીઓ ઘણું દુ:ખ થયું. સંવત ૧૯૬૦ ના આસો વદ ૭ સેમવારના રોજ તેમને જન્મ થયો અને સંવત ૧૯૯૦ના કારતક વદ ૧૩ ના રોજ મૃત્યુ થયું, એ ટુંક સમયમાં થોડા આયુષ્યમાં તેમણે તેમના માતાપિતાની, કુટુંબીઓની, મિત્રવર્ગની તેમજ વ્યાપારીઓની ઘણી ચાહના મેળવી. જે સમાજના ઉત્તમ સુધારક-સેવક થશે તેવી સમાજમાં આશા ઉભી કરી; પણ તે આશા ફળવાનો પ્રસંગ આવ્યો નહિ. તેમનું જીવન થોડા સમયમાં સમાપ્ત થયું અને સર્વને દુખદ પ્રસંગ ઉભે થયો છે. - ચંદુભાઇના જન્મ વખતે તેમના પિતા શ્રી વલભદાસ લલુભાઇની સ્થિતિ સામાન્ય હતી. ચંદુભાઈ સામાન્ય રીતે માતાપિતાના ભરપુર પ્રેમ અને કાળજી નીચે ઉછર્યા. પાંચ ઈગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ સંયોગની પ્રતિકુળતાને લીધે વધારે અભ્યાસ કરી ન શકયા. ચંદુભાઈના જન્મ પછી જ પુણ્યયોગે તેમના પિતાશ્રીની આર્થિક સ્થિતિ મુંબઈ વગેરે દેશાવરમાં સારી થઈ અને પોતાની વૃદ્ધાવસ્થા થવાની શરૂઆતે જ ભાવનગર પોતના વતનમાં આવી કમીશન એજન્ટની દુકાન કરી અને ચંદુભાઇ પિતાશ્રીની સાથે દુકાનમાં
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy