________________
*
જીવદયાનું એક પ્રશંસનીય કાર્ય.
બધુ રન જીવદયાનાં અનેક કાર્યોમાં ભાગીદાર થયા છે. તેમાંનું એક કાર્ય ખાસ પ્રશંસનીય હોવાથી તેને અત્રે ઉલ્લેખ કરવાનું ચુકત ધારું છું. આ જીવદયા કાર્યને લગતી હકીકત એવી છે કે ઇસવીસન ૧૯૦૯ના અરસામાં ઈગ્લાંડના તદન અશકત થઈ ગયેલા ઘોડાઓને હોલેન્ડના લોકો સંહાર કરી ભક્ષણ કરતાં હતા. આ પ્રમાણે અશકત ઘોડાઓને બીજા દેશથી લાવવામાં આવે, તેમને સંહાર થાય અને ભક્ષણ પણ થાય એ ભાઈ રને રૂછ્યું નહિ. તેમને આત્મા આ ઘોર હિંસાથી કકળી ઉઠયે. આથી Dumb Friend Society માં તેઓ વાલંટીયર તરીકે સામેલ થયા. તેમના અને બીજા સ્વયંસેવકોના બાર મહીના સુધી ચાલેલા સતત પ્રચારકાર્યને પરિણામે પાર્લામેન્ટનું લક્ષ ખેંચાયું અને પાર્લામેન્ટ દ્વારા આ હિંસા પ્રકરણ કાયદાથી બંધ પડયું. ભાઈ વોરને અશકત ઘોડાઓને બચાવી લેવા નિમિત્તે અથાગ પ્રયત્ન કર્યો હતો, જે તેમના જીવનની એક કીર્તિગાથારૂપ છે. બધુ રન સૌજન્ય મૂર્તિ છે. તેઓ સામાન્ય સ્થિતિના હેવાથી તેમના પ્રત્યે કેઇથી અવિવેક ન દાખવવામાં આવે એવું લાલનનું નમ્ર સૂચન છે. તેમની સાથે પરિચય કરવાની ઈચ્છા રાખનારા આ દેશવાસીઓ વિવેક જાળવશે અને સૌજન્યનું પાલન કરશે એવી લાલનની વિનંતિ છે.
સ્વ. વીરચંદભાઈના ખાસ શિષ્ય પરમરનેહી બંધુ વોરનને આ ટુંક પરિચય જનતાને રનની કંઈક પણ ઝાંખી કરાવી શકશે તે ભાઈ વેરનને કંઈક પરિચય આપવાને આ નમ્ર પ્રયાસ સફલ થશે. જેટલે અંશે આ પ્રયાસનું સાફલ્ય થાય તેટલે અંશે લાલનની નમ્ર ભાવે કૃતકૃત્યતા છે એમ જણાવી લાલન સહર્ષ વિરમે છે.
વાહન