________________
- 1 કપ
ખામી
-
-
૧૪૨
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
વસ્તુઓ કરતાં વિશેષ સંખ્યા કે પ્રમાણમાં જે તે વસ્તુઓ પિતાની તરીકે રાખે છે તેથી વ્રતને ભંગ થાય છે. પરિગ્રહના મોહવશાત્ કંઈ પાછો માર્ગ શોધાય તો તેથી વ્રતને અમુક અંશે ભંગ થાય છે. દા. ત. અનાજનું પ્રમાણ વ્રત અનુસાર થઈ જતાં કઈ મનુષ્ય સાથે રહીને વિશેષ અનાજ રાખીએ તો તેથી વ્રત–ભંગ પરિણમે છે. આવી જ રીતે વીંટી આદિના પરિગ્રહનું સમજી લેવું
શ્રાવકના પ્રથમ પાંચ વ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કેવાં પિષક અને ઉત્તેજક છે તે જે તે વ્રતનાં સ્વરૂપ ઉપરથી નિર્દિષ્ટ થાય છે. એ વ્રતના પાલનથી જીવદયા અને સત્યનું રક્ષણ થાય છે, ચારિત્રની યથાશક્ય વિશુદ્ધિ થાય છે, નીતિનું પાલન થાય છે, પરિગ્રહનું મમત્વ ઘટે છે. સાધુઓનાં મહાવ્રતની તુલનાએ આ પાંચે વ્રતે અણુવ્રત કહેવાય છે. આત્મકલ્યાણ વ્રતો માટે એ વ્રતે અત્યંત ઉપકારી છે.
૬ દિપરિમાણ વ્રત. નિવાસસ્થાન તેમજ ગમનાગમનની વિસ્તારની.
નિવાસસ્થાન તેમજ ગમનાગમનની વિસ્તારની મર્યાદા બાંધી એ મર્યાદાનું પાલન કરવું એ આ વ્રતનું રહસ્ય છે. ગમનાગમનમાં દશે દિશાઓને સમાવેશ થઈ જાય છે. દિગૂ એટલે દિશા. જે મનુષ્ય દિગપરિમાણવ્રત લે છે તે ચારે દિશા, ચારે કેણ અને ઊદર્વગમન અને અધેગમનની બે દિશાઓ એમ દશે દિશાઓમાં અમુક