________________
પરિગ્રહ વ્રતનાં ભંગજનક કારણો.
૧૪૧
પરિગ્રહનું પરિમાણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. ભૂતકાળમાં સંખ્યા, વજન આદિ દ્રષ્ટિએ વસ્તુઓનું વર્ગીકરણ થતું. પરિગ્રહનું પરિમાણ પણ સંખ્યા આદિ દ્રષ્ટિએ થતું. હાલ પણ સામાન્ય રીતે એવી જ રીતે પરિગ્રહનું પરિમાણ થાય છે. ભૂતકાળમાં વસ્તુઓનું વર્ગીકરણ પરિસ્થિતિને અનુરૂપ થતું હતું. વસ્તુઓનું ભૂતકાલીન વગીકરણ આ પ્રમાણે છે – ૧. સંખ્યાથી વેચાતી વસ્તુઓ. દા.ત. તરબુચ. ૨. વજનથી વેચાતા પદાર્થો. દા.ત. સાકર, દવા વિગેરે. ૩. માપથી વેચી શકાય એવી વસ્તુઓ દા. ત. તેલ, દૂધ
વિગેરે. ૪. પરીક્ષા કરીને વેચાતી વસ્તુઓ. દા. ત. સેનું. ૫. જુદી જુદી જાતની મીલ્કતે. દા.ત. જમીન, મકાને વિગેરે.
ભૂતકાળમાં પ્રાણીઓ તેમજ ધાતુઓની ગણના ખાસ મલ્કત તરીકે જ થતી હતી.
આજની પરિસ્થિતિમાં પરિગ્રહની વસ્તુઓ તેમજ પરિગ્રહપ્રમાણ વધી પડેલ છે. આથી વ્રતધારીએ પરિગ્રાહ્ય વસ્તુઓ અને તેમનાં પરિમાણના સંબંધમાં યથાર્થ વિચાર કરે ઘટે છે.
પરિગ્રહ વ્રતનાં ભંગજનક કારણે વ્રતધારી પરિગ્રહનાં પરિમાણથી મર્યાદિત કરેલ * તત્વાર્થસત્ર ૭–૨૪; યેગશાસ્ત્ર ૩–૯૪
૧૨.