SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વ્રતનું સ્વરૂ૫. ૧૨૯ દ્રવ્ય આપણને થાપણુરૂપે મળેલ હોય અને આપણે એની પ્રાપ્તિને ઈન્કાર કરીએ તો તે પણ એક પ્રકારનું અસત્ય છે. ન્યાયમંદિરમાં કે ન્યાયમંદિરની બહાર બેટી સાક્ષી આપવી એ પણ મૃષાવાદ છે. આ ઉપરાંત કઈ ખરી વસ્તુને ઈન્કાર કરે, અવિદ્યમાન વસ્તુનું અસ્તિત્વ ઠરાવવું, કઈ મનુષ્ય અંધ ન હોય છતાં તેને બંધ કહે કે કઈને ચોરી કરવાનું કહેવું એ બધા મૃષાવાદના પ્રકારે છે. અસત્ય બોલવામાં ક્રોધ, લોભ આદિ ચિત્તદશા ઘણી વાર કારણભૂત હોય છે. ચિત્તની એવી સ્થિતિમાં ઈરાદાપૂર્વક જૂઠું બોલાય છે. કાપચ્યભાવ, મોહ, તિરસ્કાર, ઉપહાસવૃત્તિ, ભય અને પાતંત્ર્ય ( ગુલામી) દશાને પરિણામે પણ અસત્ય બેલાય છે. ખેટે વિવેક એ પણ એક પ્રકારનું અસત્ય છે. દુખી સ્થિતિમાં બીજાઓને પેટે દેષ કાઢો એ પણ મૃષાવાદને એક પ્રકાર જ છે. આ પ્રમાણે ક્રોધ અને લેભથી માંડીને દુઃખી સ્થિતિ આદિનાં પરિણામે જે કંઈ અસત્ય બોલાય છે તે અસત્ય છે–મૃષાવાદ છે; પણ તે સ્થૂલ મૃષાવાદ નથી. મૃષાવાદને સર્વથા પરિત્યાગ સંસારીથી શક્ય નથી, સ્થૂલ મૃષાવાદને જ પરિત્યાગ તે કરી શકે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીની પ્રતિજ્ઞા એ હોય કે –
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy