SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - દિયાભાવ. તમાં લાભ ન હોય, પણ પરિણામે લાભ હોય છે. વૈરભાવ કે તિરસ્કાર વૃત્તિથી કઈને કઈ અપ્રિય વાત કહેવાય તેમાં દયાભાવ નથી જ. વૈરભાવ કે તિરસ્કાર ન હોય અને શુભ કરવાની વૃત્તિથી અપ્રિય વચને કઈને કહેવાય એમાં જ દયાભાવ સંભવી શકે છે. આ સિવાય દયાનાં અપેક્ષાજન્ય અને સંપૂર્ણ નિશ્ચિત બે સ્વરૂપે છે. દયાભાવના આ બંને પ્રકારેને અનુક્રમે વ્યવહાર–દયા અને નિશ્ચય–દયા કહે છે. સમ્યક્ત્વભાવના નિદર્શક સર્વ સ્વરૂપે પૂરાં થયાં. હવે અમુક વસ્તુમાં સમ્યકત્વભાવ કે અસમ્યકત્વભાવ કેમ છે? એ પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સર્વજ્ઞ મહાપુરૂષના ઉપદેશની દષ્ટિએ આ પ્રશ્નને ઉકેલ સહેલો છે. ભૌતિક દ્રવ્યનું પ્રાધાન્ય આત્મા કરતાં વિશેષ હોય તે એ અસમ્યક્ત્વભાવ છે એ સર્વજ્ઞ સુદેવને પરમ બેધ છે. આત્માનું ભૌતિક દ્રવ્ય સાથે મિશ્રણ, જીવન નિમિત્તે આવશ્યક નથી. ભૌતિક દ્રવ્યનાં મિશ્રણથી આત્માના સાહજિક ગુણનું આવરણ થાય છે. આ બને તનું યથાર્થ જ્ઞાન જેમને હેય તેઓ અસમ્યકત્વભાવને ઈચ્છે અને આત્માના ગુણેને ગુંગળાવા દે? આત્મ દ્રવ્યનું જ પ્રાધાન્ય ઈચ્છનારા સમ્યકત્વભાવીઓ ભૌતિક દ્રવ્યનું બને તેટલું નિઃસારણ કરે. તેઓ અસમ્યકુત્વભાવયુક્ત મુગ્ધદશાને બને તેટલે નિરોધ જ કરે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy