SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. રહેવું, પ્રાણીમાત્ર તરફ વિશુદ્ધ ભાવથી અનુકંપાશીલ થવું વિગેરે દયાભાવજનક વૃત્તિઓ આવી જાય છે. સર્વ જી પિતાને આધ્યાત્મિક વિકાસ કરે એવી, શુભ ભાવના પણ દયાભાવથી જ પરિણમે છે. દયાભાવ એ આત્માનું ખરું રક્ષણ કરવાની વૃત્તિ છે. જેને સમ્યકુત્વભાવને લઈને ખરે દયાભાવ ઉત્પન્ન થયેલ હોય તેને અનંતકાળ સુધી આત્માની અજ્ઞાન અને મુગ્ધદશા માટે પિતાના આત્માની જ ખરેખર દયા આવે છે. દુઃખ અને સુખ ( વૈભવ આદિ) એ ખરા આત્મગુણેના કટ્ટર વિરેધીઓ હવાથી આત્માની દયા ચિંતવનારાઓ એ બનેથી પર રહે છે. વિશુદ્ધ દયાભાવને પરિણામે સર્વ પ્રાણીઓ માટે દયાભાવ ઉત્પન્ન થાય છે. પિતાને દુઃખ જેવી રીતે અપ્રિય હોય છે તેવી જ રીતે અન્ય પ્રાણીઓને પણ દુઃખ અપ્રિય જ હોય છે, એવી દઢ પ્રતીતિથી ખરા દયાભાવી મનુબે કઈને કઈ પ્રકારનું દુઃખ આપતા નથી. મૃત્યુ પછી કેઈ સુખી સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી બીજાઓનું અહિત કરતાં અટકવું કે તેમને નુકશાન ન કરવું એ પણ દયાભાવનું એક સ્વરૂપ છે. દયાનું આ સ્વરૂપ સર્વોચ્ચ દયાભાવ નથી. કઈ મનુષ્યને ખરે માર્ગે લઈ જવાની શુભ વૃત્તિથી કંઈક અપ્રિય વાત કહેવી એ પણ કેટલીક વાર દયાભાવને એક પ્રકાર જ હોય છે. આ પ્રકારના દયાભાવમાં શરૂઆ
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy