________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જેનધર્મ.
જીવન, વિશ્વ અને સત્યના સંબંધમાં ચિત્તની યથાર્થ વૃત્તિ આ ગુણસ્થાનમાં સંપૂર્ણ નિષ્ક્રિય હતી નથી. તેમાં અતિ વ્યાપક સ્વરૂપના કે આજીવન કોઇ, અભિમાન, કાપચ્યભાવ અને લેભવૃત્તિનું ચિત્તથી નિયમન થાય છે. આથી ક્રોધાદિ ભાવની વૃદ્ધિ થતી નથી. આજીવન ક્રોધ વિગેરે અનિચ્છનીય વૃત્તિઓના સંયમને પરિણામે આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આથી એમાં ચિત્તનું નિયમન આવશ્યક છે. મિશ્રમેહનીય કર્મની બીજી પ્રકૃતિનાં પરિણામને અનુરૂપ આ ગુણસ્થાનની સ્થિતિ છે.
આ ગુણસ્થાન કમ ઉપર આરોહણ થતાં આત્માને વિકાસ કેટલેક અંશે થઈ ગયો છે એમ અનુમાનથી કહી શકાય. મિથ્યાત્વનું નિવારણ થાય કે તેનું યોગ્ય નિયમન થાય એટલે ચિત્તની વૃત્તિ (સમ્યકત્વભાવ) નિષ્પન્ન થાય છે. સત્યના સંબંધમાં શ્રદ્ધા-સમ્યકત્વ પરિણમે છે. હિંસા કરવી કે ચેતન પ્રાણુઓને ઈજા કે નુકશાન કરવું એ ખોટું છે એવી પ્રતીતિ થાય છે. એ પ્રતીતિમાં મનુષ્યને ખૂબ આનંદ રહે છે. સત્યને અસ્વીકાર કે તિરસ્કાર કરવાને બદલે સત્યની રૂચિ જાગે છે. સત્યને આનંદપૂર્વક અનુભવ થયા કરે છે.
સમ્યકત્વભાવની પ્રાપ્તિ અને તેના આવિષ્કાર ઉપર આત્માની સર્વ પ્રગતિ અવલંબિત રહે છે. આ ગુણસ્થાન પછીનાં સર્વ ગુણસ્થાનમાં પણ સમ્યક્ત્વવૃત્તિ વિદ્યમાન હોય છે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ વિના તત્ત્વજ્ઞાન, એકાગ્રવૃત્તિ - આદિ બધુયે નિરર્થક ને અસત્ય છે.