SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું અને ત્રીજું ગુણસ્થાન. 63 જન પ્રશ્ન ઘણું મહત્વનું છે. આનું મુખ્ય કારણ એ છે કે અગ્યારમાં ગુણસ્થાન સુધી જીવાત્માનું અધ:પતન થવાને ઘણો જ સંભવ રહે છે. ઉચ્ચ ગુણસ્થાનમાંથી નીચાં ગુણસ્થાનમાં અનેક વાર પતન થાય છે. બારમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યા પછી જ આવી રીતે અધ:પતન થતું નથી. આ ગુણસ્થાનને સમયકાળ ચિરસ્થાયી હોય છે. બીજું ગુણસ્થાન. કેઈ ઉપલાં ગુણસ્થાનમાંથી છેક નીચલાં (પહેલાં) ગુણસ્થાનમાં અધ:પતન થતાં આ ગુણસ્થાનની ક્ષણિક પ્રાપ્તિ થાય છે. એમાં શાન્તિને બદલે અશાન્ત વૃત્તિનું પ્રાધાન્ય હોય છે. કંઈક કષાયની પરિણતિ પણ થાય છે. આ ગુણસ્થાનમાં ચિત્તની શાન્તવૃત્તિને ક્ષણિક આસ્વાદ થાય છે. ત્રીજું ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં સત્યને માટે ભાવ કે અભાવ જેવું કશુંયે હેતું નથી. આ રીતે તે એક પ્રકારની મિશ્ર દશા છે. તેમાં સત્ય કે અસત્ય પ્રત્યે ઉપેક્ષાભાવનું પ્રાધાન્ય હોય છે. આ ગુણસ્થાન બીજાં ગુણસ્થાન માફક ક્ષણસ્થાયી છે. તેમાં કઈ મહાન ઈચ્છાનું પુરણ થતું નથી. કેઈ મહાન કર્મની પરિણતિ પણ અશક્ય છે. સત્યના આનંદ અને સત્યના અત્યંત તિરસ્કાર વચ્ચેની આ ગુણસ્થાનની સ્થિતિ છે. ૧ એટલે આપણે નીચેના ગુણસ્થાનકમાં ઉતરતા નથી.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy