SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યની સંભવનીય ઉત્કૃષ્ટ સ્થિતિ. કકકક પ્રકરણ ચોથું. મનુષ્યની સંભવનીય ઉત્કૃષ્ટ સ્થિતિ. મનુષ્ય સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ વસ્તુતઃ પ્રાપ્ત કરે છે એટલે તે મુક્તાત્મા-સિદ્ધ બને છે. મનુષ્ય (હવે) મનુષ્યપણે રહેતો નથી. સિદ્ધ આત્માના વાસ્તવિક ગુણો અનંત છે, પણ સર્વ (આઠ) કર્મોનું સંપૂર્ણ નિવારણ થતાં જે ૮ ગુણ યથાર્થ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે એ જ ગુણ ખાસ ઉલ્લેખનીય છે. સર્વજ્ઞત્વ,અનંત અને નિરાકાર જ્ઞાન, અનંત સુખ, શાશ્વત જીવન, અનંત કાર્યશક્તિ, શાશ્વત સત્ય શ્રદ્ધા અને સત્ય આચરણ અને ભૌતિક શરીરનું અસ્તિત્વ અને અગુરુલઘુત્વ એ મુક્તાત્માના ૮ પ્રધાન ગુણ છે. આ સ્થિતિને નિવણ, નિવૃત્તિ, મુક્તિ કે મોક્ષ કહે છે. તે સાદિઅનંત છે. ભૂતકાળમાં અનંત આત્માઓએ નિર્વાણ–સ્થિતિ પ્રાપ્ત કરી છે. વર્તમાનકાળમાં પણ અનંત આત્માઓ એ ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરે છે. મેક્ષ—સ્થિતિ એ આત્માની નૈસર્ગિક વિશુદ્ધ સ્થિતિ છે. અશુદ્ધ સ્થિતિમાંથી પોતાના આત્માને યથાગ્ય સંપૂર્ણ વિકાસ કરે છે તેમને જ એ પદ મળે છે. મોક્ષપ્રાપ્તિ એ જીવનનું ઉચ્ચ ધ્યેય છે. દરેક મનુષ્ય આ સર્વોત્કૃષ્ટ દયેય દષ્ટિ સમીપ રાખી તે પ્રમાણે વર્તન કરવા
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy