________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ અને તેનું કંઈ અનિષ્ટ પરિણામ ભોગવવું પડે તેમાં પ્રારબ્ધવાદને કઈ રીતે પ્રાધાન્ય આપી શકાય નહિ. દારૂ દુષ્પરિણામનું જનક કારણ છે. દારૂથી કેટલાંક દુષ્પરિણામ આવે છે. એ રીતે આ માત્ર કારણ અને પરિણામનો વિષય છે. એમાં પ્રારબ્ધવાદને કશુંયે સ્થાન રહેતું નથી. કારણનું નિવારણ જ આવશ્યક છે. કારણનું નિવારણ થયાથી તેનાં સાહજિક અનુગામી પરિણામનું અનુગામિત્વ અશકય બને છે.
કર્મને કાયદે એ કઈ રીતે એક પ્રકારની યાંત્રિક કિયા પણ નથી. કર્મના કાયદામાં કઈ યંત્ર-રીતિને જરાયે સ્થાન નથી. યંત્ર-ક્રિયામાં ચેતનાને અભાવ હોય છે. જૈનેના કર્મના કાયદામાં ચેતનાને અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એ કાયદામાં વૈજ્ઞાનિક તત્ત્વ (શાસ્ત્રીય તત્વ) સંપૂર્ણમાં સંપૂર્ણ—અધિકમાં અધિક અંશમાં છે એમ માની લેવું, એ સત્યથી પર ભાગ્યેજ કહી શકાય. આત્માની અશુદ્ધિનું નિવારણ કરવાની આ જગતમાં જે મનુષ્યોને ઈચ્છા હોય તેઓ દુર્દશાનાં કારણોનું નિવારણ દ્રઢનિશ્ચયથી, ઈચ્છાપૂર્વક અને અંતરજ્ઞાન (ચેતના)થી કરે છે. કર્મના કાયદામાં ચેતનાયુક્ત બળે સ્થૂલ શક્તિઓ સાથે કામ કરે છે. યાંત્રિક કારણત્વમાં આમ સંભવિત નથી. યાંત્રિક હેતુભાવમાં જડ અને ચેતન શક્તિઓની સહગ-ક્રિયા અશક્ય છે.
આ પ્રકરણના અનુગામી પ્રકરણમાં મનુષ્યની સંભવનીય ઉત્તમોત્તમ સ્થિતિ સંબંધી વિવેચન કરવામાં આવશે. ૧ કાર્ય