________________
પિતાની જાતના ઉપરજ રહે છે. જેવી જેની વૃત્તિ, જેવું જેનું વર્તન, તે પ્રમાણમાં એકાંત વાસ તેને માટે સ્વર્ગ કે નર્ક સમાન, વિશ્રાંતિ કે શાંતિનું સ્થળ, અગર દુઃખ કે સંતાપનું સ્થળ નિવડે છે. એકાંત વાસ કેટલાકને આશિર્વાદ સમાન નિવડે છે, તે કેટલાકને શ્રાપ સમાન થઈ પડે છે. એકાંત કેટલીક વાર દુષ્ટ વિચાર અને વાસનાને જન્મ આપે છે અને પિષે છે. દુષ્ટ મનુષ્યને એકાંત વાસ દુષ્કૃત્યનું સ્મરણ કરાવી તેના હૃદયમાં દાહ ઉત્પન્ન કરે છે. ત્યારે વૈરાગ્યશીલ મનુષ્યને એકાંત અત્યંત પ્રિય
લાગે છે. ૧૦૧ આત્મ જાગૃતિ વિનાના માણસા સહવાસમાં જેમ
જેમ વધારે રહેવાય છે, તેમ તેમ ખરૂં મનુષ્યપણું ઘટતું જાય છે. જે ખરે માણસ છે, તેણે માણસથી
અલગ રહેવું જોઈએ. ૧૦૨ જેનું મન સ્વાધિન છે, તેને ભરવસ્તીમાં પણ
એકાંતજ છે. અંધારી ગલીઓમાં તથા ઘોંઘાટવાળા રસ્તામાં ફરવા છતાં પણ ઘણું માણસે પિતાનું નિત્યકર્મ વધારે ઝડપથી કરી શકે છે. જે માણસ જનસમૂહની વચમાં રહેવા છતાં પણ સંપૂર્ણ સ્વરછતાથી એકાંતની મધુર શાંતિના સુખને અનુભવ કરી
શકે છે, તે માટે માણસ છે. ૧૦૩ વાતચિતમાં સામાને શીખવવા કે શીખામણ આપવા