________________
આવે તેવાં વાકને સંગ્રહ છે. આમાં મતપંથના આગ્રહની વાત જ નથી પણ સામાન્ય રીતે સર્વને લાગુ પડે શાંતિ આપે, કવ્ય તરફ પ્રેરે, આત્મ સ્વરૂપની જાગૃતિ આપે, સમભાવમાં વધારે કરે તેવાં વાકયે આવેલાં છે. :
આ વાક્ય એકવાર વાંચી લઈ ને જે પિતાને લાગુ પડે તેવાં હોય તે તે વાપર નિશાની કરી, સવારમાં તે વાક્ય વાંચી તેના ઉપર મનન કરવાની ટેવ રાખવામાં આવશે તે સારો ફાયદે થવા સંભવ છે. અથવા પિતાને ઉગી વાકને પાઠ દિવસમાં એકવાર વિચારપૂર્વક કરવાથી લાબે વખતે તેના દઢ સંસ્કાર પડવા સાથે મનમાં ચારે સુધારો થવા સંભવ છે. એક એક શીખામણ માટે લાખ લાખ રૂપિયાની કીંમત માણસોએ આપેલી છે, તેવી વાતે શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે. અને તેવા વિષમ પ્રસંગે તે શિખામણેએ મહાન ફાયદા કરેલા અને જીવન બચાવવા સુધીના ઉપકારે કરેલા છે. તેવાં વાક્યોને સમુહ મનુષ્યને ઉપયોગી થાય તેમાં જરાપણ નવાઈ કે આશ્ચર્ય જેવું નથી.
આ પુસ્તકમાં એક હજાર વાક્યથી પણ વધારે વાકાને સંગ્રહ થયેલે છે, તે વાંચીને વાંચનાર અને લખનાર બન્નેને શાંતિ પ્રાપ્ત થાઓ.
લી ૫. કેશરવિજયજી ગણિ. સંવત ૧૯૭૩ માગસર સુદ ૧૧