________________
૩૫
ચમકારા શરીરને ધ્રુજવે છે ખરા, પણ તેથી શરીર દૃઢ ને મજબુત થાય છે. સપત્તિએ જેમનાં હાડ શીથીલ કરી નાંખ્યાં હાય છે તે માણસેા વિપત્તિના ઝપાટો સહન કરી શક્તા નથી.
પર ! દુનિયામાં સ'પત્તિએ જેટલાં માણસોને ખરાબ કર્યા છે તેટલાં વિપત્તિએ કર્યા નથી.
પ૩ ગમે એવા પ્રચંડ વાયુ વાતા હોય તે પણ સવાર થતાં તે શાંત થાય છે, અને મુસલધાર વરસાદ વરસતા હાય, તે પણ અમુક વખતે તે શમી જાય છે. એમ આ મહાભૂતાની કરણી પણ મર્યાદિત છે. તેા પછી મનુષ્ય ઉપર ગુજરતી આફ્તા મર્યાદિત અને અશાશ્વત હોય તેમાં નવાઈ શી? ગમે તેવુ સંકટ આવી પડે તે પણ માણસે ના ઉમેદ થવુ જોઇએ નહિ.
૫૪ છેદાયેલુ' વૃક્ષ પણ ફરીથી કુટે છે, ક્ષીણુ થયેલે ચંદ્ર પણ ફરીથી પરિણું થાય છે. એવા વિચાર કરી શાણા પુરૂષ કદી પણ સંતાપ પામતા નથી. ૫૫ આર્થિક સંપત્તિના પણ ઉપયાગ શારીરિક સ ́પત્તિની માક વિવેકથી કરવાના છે. સંપત્તિ જીરવવાનું કામ વિપત્તિ સહન કરવા કરતાં વધારે કઠીણુ છે.
૫૬ વિપત્તિના સમયે સહિષ્ણુતા કે ધૈય એ એકલેાજ સદ્ગુણ હાય તે પણ ચાલે. પણ સ'પત્તિમાં જો શાણપણ, દીર્ઘ ટી, મિતાહાર, નિઃસ્વાથી પણું,