________________
ગાકાર
તે
ચા
શાંતિ દિલાસો મળ્યા વિના રહેતું નથી. આનંદી'હસમુખે સ્વભાવ, તથા હરકોઈ બાબતની ઉજળી તથા આશા ભરી બાજુ તરફ જોવાની ટેવ, એ
જીદગીના ઉપભેગનું મોટું સાધન છે. ૧૧ શરીર તથા મન બનને નિરામય હોવાં એ સુખની
ઉચ્ચ અવસ્થા મનાય છે. પણ મનની નિરામયતાને
આધાર ઘણો ખરો શરીરની નિરામયતા ઉપર રહેલે છે. ૧૨ જે રીવાજે પ્રજાની સુખાકારીને લાભકારી હોય,
અથવા નુકશાન પહોંચે તેવા નહોય, તે રીવાજોને ઉત્તેજન આપવામાં જે દેશમાં સત્તાનો ઉપયોગ
કરવામાં આવે છે. તે દેશને ભાગ્યશાળી સમજ. ૧૩ ઉગતું ઝાડ જેમ વાળ્યું હોય તેમ વળે છે, તેવી રીતે
કુમળી વયમાં જેવી ટેવ પાડવી હોય તેવી પાડી
શકાય છે. ૧૪ પહેલી અવસ્થાની નાની ભૂલે પરિણામે ભારે નુકશાન
કરે છે. ૧૫ જે વ્યવહારનું યેગ્ય હદમાં કરેલું સેવન નિર્દોષ
હિતાવહ અને પ્રશંસનીય હોય છે, તેની હદ ઓળંગી જવાથી ઘણાનાં આયુષ્ય ખંડિત થયેલાં
નજરે દેખાય છે. ૧૬ આરેગ્યતા ટકાવી રાખવા માટે મનની દઢતાના
ટેકાની ખાસ જરૂર છે. પુરતું કામકાજ એજ આપણી આરેગ્યતાની દરરોજની કસોટી તથા હંમેશનું અભય