________________
૧૦૬
સૂર્યનાં કિરણાથી તદ્ગુરસ્તિ મેળવે છે. નાત દુરરત મનુષ્યને અગીયારથી પાંચ વાગ્યા સુધીમાં કેટલાક વખત સૂર્યના તાપ લેવાની જરૂર છે. સૂર્યના તાપ શરીરને સુધારનાર છે.
૬૨ જ્યાં આનંદ છે ત્યાંજ પરમાત્મા પ્રગટ થાય છે જેમાં આનંદ વધારે તેની કીમત વધારે છે. બ્રહ્માના આનંદમાં આ વ્યિક્ત ભળી જાય છે ત્યારેજ તેની કીમત તેને મળે છે.
૬૩ મૃત્યુ એ નિર્જીવ વસ્તુ છે. જીવનના એક નિશ્વાસ જેટલુ જ મરણ છે, મૃત્યુ એ જીવનને સેખતી છે, માયા છે. દ્રવ્યનું વિકાશીત જીવન પર્યાય છે, પર્યાયનું રૂપાંતર એ મરણ છે. જીવાત્મા ક્ષણે ક્ષણે રૂપા બદલે છે તે સ્થિતિ ક્ષણે ક્ષણે ખદલાવે છે તેજ મૃત્યુ છે.
૬૪ શરીરની મુક્તિ તદુરસ્તી મેળવવી તે છે. સામાજીક ભાવની ઇચ્છા સાથે આપણી ઇચ્છા મેળવી દેવી તે સામાજીક પ્રકૃતિની મુક્તિ છે. જીવાત્માની મુકિત આખા વિશ્વ સાથે પ્રેમ થાય ત્યારે થાય છે. અહુતાના ત્યાગ કરવા તે છેલ્લી મુક્તિ છે. ત્રીજી મુકિત ખીલવવા માટે બીજી મુક્તિ ઉપયાગી છે. બીજીમાં હજી સ્વાર્થ હોય છે. પ્રેમ આવવાથી અર્હતા જાય છે. આથી અજ્ઞાનતામાં જવાતુ નથી પશુ પ્રકાશમાં જવાય છે.