________________
સાધુતાની ન્યાત
(ગાથા. ૩૭૦) ૮૧ સંવત્સરીને અટ્ટમ, માસીને છઠ્ઠ અને પફખીને
ઉપવાસ છતી શક્તિએ ન કરે. ૮૨ માસક૯૫ પૂર્ણ થયે પણ સુખશીલતાથી રહે.
(ગાથા. ૩૭૧) ૮૩ હંમેશા એક-ઘરની ગોચરી વાપરે. ૮૪ એકલ-વિહારી બને. ૮૫ ગૃહસ્થને પરિચય અધિક રાખે. ૮૬ નિમિત્ત-શાસ, જતિષ, સંગીત આદિ પાપ-શ્રુત, કે
તેમાં રસ ધરાવે અને અભ્યાસ કરે. ૮૭ સંયમાનુષ્ઠાનમાં રક્ત ન રહેતાં લેકના ચિત્તનું રંજન કરવા મહેનત કરે.
| (ગાથા. ૩૭૨) ૮૮ ઉત-વિહારી સાધુને તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ-માગને છૂપાવે. ૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં રાચ્ય રહે. ૯૧ સુસાધુને છોડીને દેષયુક્ત ક્ષેત્રમાં રહે.
(ગાથા. ૩૭૩) ૨ મોટા અવાજથી સંગીતમાં મગ્ન બને. ૯૩ મુખ વિકૃત કરીને હસે. ૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા મોકલે. ૯૫ કામ-ચેષ્ટાના વચનેથી બીજાને હસાવે. ૬ ગૃહસ્થને કાર્યની ચિંતા કરે.