________________
સ્વ આત્મા અને અધ્યાય-અધ્યયને
સ્વાધ્યાય = આત્માનું અધ્યયન પાણી વિતા જેમ વૃક્ષનો વિકાસ શક્ય નથી, સુમાતા વિના જેમ બાળકની પ્રગતિ શક્ય નથી, સુશિલ્પી વિના જેમ મૂર્તાિલો આકાર શક્ય નથી, ભક્તિ વિના જેમ ગરતી કુપા રાક્ય નથી, બસ.... તે જ રીતે, જ્ઞાન વિના સાધુનું સાધુપણું શક્ય નથી. એટલા માટે જ,
ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો વડે રચાયેલ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનો બહોળો ખજાનો જૈન શાસનમાં ઉપલબ્ધ છે.
તેનો અભ્યાસ કરવા માટે અને સાધુપણાના પ્રાણ એવા સ્વાધ્યાયની મસ્તી માણવા માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ અનિવાર્ય છે.
કહ્યું પણ છે કે,
સા સમો તવો નOિ'' અર્થાત્ સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી.
રે ! વર્તમાનમાં જ્યારે ચારેય બાજુ મોહતું તાંડવ તત્ય ચાલી રહ્યું છે ત્યારે આ સ્વાધ્યાય સાપુતે સાધુપણામાં સ્થિર કરી શકે છે.
વળી, આ સ્વાધ્યાય જ દ્રવ્ય સંયમથી ભાવસંયમની કેડી બતાવી શકે છે. ધતના અભિલાષીતે જેમ ખાવાનું પણ ભાન રહેતું નથી, પ્રભુભક્તિ કરતારતે જેમ સમય પણ ધ્યાન રહેતું નથી, બસ.... તે જ રીતે, સ્વાધ્યાયતી રૂચિવાળાને બાહ્યપ્રવૃત્તિઓમાં રસ રહેતો નથી જેનાથી, સાધુપણું અખંડ સુરક્ષિત રહી શકે છે. સ્વાધ્યાયનો મહિમા તો એટલો બધો છે કે,