SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ હા ! કેટલા કાળ સુધી આપણે સંસારમાં ભટક્યા ! જો હજુ પણ આ હાથમાં આવેલા અવસરને ભૂલી જઈ પ્રમાદ કરાશે તો અનન્તા ભવો ભવિષ્યમાં ભટકવા જ પડશે. આથી ભગવાન જણાવે છે કે - ‘હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કર.’ જીવ ! જાગ, ઊઠ, અપ્રમાદી થા ! આરાધના કર ! પોતાના હિતને સાધી લે ! ત્યાર બાદ જ મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યારે જ જન્મમરણોનો અંત થશે. સમર્પણ - સહાયતા - સ્વાધ્યાય - સહિષ્ણુતા - સરલતા સૌમ્યતા વગેરે દ્વારા સંયમજીવન સાર્થક કરવું જોઈએ. ‘સંયમ જીવન સુલભ નથી' એ પ્રમાણે વિચારી સુલભ એવા વિષય-કષાય વગેરેમાં આસક્તિ છોડી ધર્મમાં ચિત્તને સ્થિર કર. = સમતા [5] ધન્યરિત્રમ્ ધન્યચરિત્ર - = આ ભરતક્ષેત્રમાં દક્ષિણ દિશાના ભાગમાં શ્રીપ્રતિષ્ઠાનપુર નામનું નગર હતું. તે નગરની બહાર ગોદાવરી નદી વહે છે. તે નગ૨માં જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનસાર નામનો શેઠ વસે છે. તેની શીલવતી નામની પત્ની છે. તે બન્નેને ક્રમે કરીને ત્રણ દીકરા થયા. પહેલો ધનદત્ત નામનો, બીજો ધનદેવ નામનો અને ત્રીજો ધનચંદ્ર નામનો. ક્રમે કરીને યૌવનને પામેલા આ ત્રણે પણ પુત્રોને પિતાએ પરણાવ્યા. તે ત્રણેયની ક્રમે કરીને ધનશ્રી, ધનદેવી, ધનચંદ્રા નામની પત્નીઓ હતી. ધનસાર શેઠે પોતાના દીકરાઓને સમર્થ જોઈ પોતાના ઘરનો ભાર તેઓ ઉપર મૂકી પોતે ધર્મ કરવામાં તત્પર થયા. તે દંપતીને એક વાર ચોથો પુત્ર જન્મ્યો. ત્યારે બાળકની ઘૂંટીની નાડને દાટવા માટે પિતાએ જમીન ખોદી અને જમીનમાં સોનાના ખજાનાને પિતાએ જોયો. ધનસાર શેઠે ખજાનાને જોઈ આ પ્રમાણે વિચાર્યું - ‘આ બાળક પુણ્યશાળી દેખાય છે. કારણ કે તેનો જન્મ પણ મને લાભદાયી થયો.' આથી આ બાળકનું ગુણયુક્ત સાર્થક ‘ધન્યકુમાર’ એ પ્રમાણે પિતાએ નામ રાખ્યું. [6] जीवस्य संसारे भ्रमणम् જીવનું સંસારમાં ભ્રમણ અનાદિ સંસારમાં ભટકતા જીવોને માનવભવ અત્યંત દુર્લભ છે. કારણ કે માનવભવથી ભ્રષ્ટ થયેલો કષાયને પરવશ એવો જીવ નિગોદ વગેરેમાં સરલ સંસ્કૃતમ્ - ૫ ૦ ૨૦૩ ૦ પરીક્ષા-૪
SR No.022985
Book TitleSaral Sanskritam Part 05
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy