SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગરીબાઈને કારણે તે દામનક નગરમાં ધનવાનોના ઘરે ભીખ માંગતો ફરે છે. એક વાર બે મુનિ સાગરપૌત નામના ઘરડા/જૂના શેઠના ઘરે ગોચરી માટે પ્રવેશ્યા. અને ગોચરી ગ્રહણ કરી જ્યારે તે બે બહાર આવ્યા ત્યારે તે બે મુનિ ભગવંતોએ તે ભિખારી બાળકને જોયો. તે બાળકને જોઈ એક મુનિ ભગવંતે બીજા મુનિને કીધું – “હે મુનિ ! ચોક્કસ આ બાળક આ ઘરનો માલિક થશે.' ગોખલામાં ઊભા રહેલા શેઠે તે બધું સાંભળ્યું. અને તેથી તે વજથી હણાયેલા જેવો થઈ ગયો. તેણે વિચાર્યું - “અહો ! મેં અનેક કષ્ટોને સહન કરી આ વૈભવ ભેગો કર્યો અને તે વૈભવનો આ રાંકડો માલિક થશે. ગુરુનું વચન જૂઠું ન જ હોય. આથી આ બાળકને કોઈ પણ ઉપાય દ્વારા હું મારી નાંખુ તો સારું થાય? - એ પ્રમાણે વિચારી સાગર પોત શેઠે લાડવા વગેરે દ્વારા તે મુગ્ધ બાળકને લલચાવી ચાંડાલના વાડામાં પિંગલ નામના ચંડાલના ઘરે મૂક્યો ! [4] अनन्तानि जन्ममरणानि અનંતા જન્મમરણો ચૌદ રાજલોક સ્વરૂપ આ લોક ભગવાને કીધો છે. દરેકે દરેક રાજ લોક અસંખ્યયયોજન જેટલો છે. લોકમાં અસંખેય આકાશ પ્રદેશો છે. આકાશ એટલે અવગાહના – અવકાશ આપનાર. તેનો અત્યંત સૂક્ષ્મ અંશ પ્રદેશ છે. તે અત્યંત સૂક્ષ્મ છે. તે આ પ્રમાણે - કાલનો અત્યંત સૂક્ષ્મ અંશ સમય છે. આંખના પલકારા જેટલા પણ કાલમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. આવો સૂક્ષ્મ સમય છે. હવે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેની સાથે સમયની તુલના કરીએ. એક આકાશપ્રદેશ = એક સમય - એ પ્રમાણે કલ્પીએ. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશોનો સમૂહ છે તેમાંથી એક આકાશપ્રદેશને ઘટાડવો. તેની સામે કુલ સમયના જથ્થામાંથી એક સમય ઘટાડવો, આ રીતે એક આકાશપ્રદેશની સામે એક કાલનો સમય ઘટાડીએ તો અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશો ત્યારે ખાલી થાય જ્યારે અસંખ્યકાલચક્રો પસાર થઈ જાય. મતલબ કે અસંખ્ય કાલચક્રોમાં જેટલા સમય પસાર થાય તેટલા આકાશપ્રદેશો ફક્ત અંગુલના અસંખ્યાતમાં ભાગમાં છે. આટલા સૂક્ષ્મ આકાશ પ્રદેશો પણ લોકમાં અસંખ્ય જ છે. આવા દરેકે દરેક આકાશપ્રદેશમાં આપણે અનન્તા જન્મ મરણો કરેલા છે. છેસરલ સંસ્કૃતમ્ - ૫ - ૨૦૨ • @ પરીક્ષા-૪ $
SR No.022985
Book TitleSaral Sanskritam Part 05
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy