SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ હે અહમૈયા ! બાળક ભયાનક જંગલમાં ભૂલો પડી ગયો છે. માતા બાળકને જોઈ રહી છે પણ મા સ્વયં આવવા-બાળકને બચાવવા અસમર્થ છે. એટલે મા પોતાના વિશ્વાસુ માણસને ચિઠ્ઠિ લઈને મોકલાવે છે. બાળકના હાથમાં ચિઠ્ઠિ પહોંચી પણ ગઈ. એમાં સવિસ્તર બતાવી દીધું કે દીકરા ! આ રસ્તે થઈ તું જલદી મારી જોડે આવી જા ! પણ, કરુણતા એ સર્જાઈ કે દીકરો એ ચિટ્રિની ભાષા જ જાણતો ન હતો ! હે પરમાત્મન ! આ બાળક જેવી અભાગી સ્થિતિ સારી ન સર્જાય માટે જ આ સંસ્કૃત ભણું છું. પણ લક્ષ્ય છે, તારી પાસે પહોંચવાનું. એટલે જ તારા સંદેશાને વાંચી એ સંદેશા પાછળના અંદેશને ઓળખી જલદીથી કૈવલ્યલક્ષ્મી વરી તારી પાસે પહોંચે. એ જ આશા છે, અરમાન છે, અભીપ્સા છે, આકાંક્ષા છે, આરઝૂ છે.
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy