________________
સમૃદ્ધિ સંસ્કૃતની
શ્રી ભુવનભાનુ સંસ્કૃત શ્રેણિનું આ તૃતીય સોપાન છે. પ્રથમ અને દ્વિતીયાના સ્વાધ્યાયોની ગાઈડ આમાં સમાવિષ્ટ છે. આ ગાઈડનો ઉપયોગ આવશ્યકતા મુજબ અધ્યાપક જ કરે. પરંતુ વિદ્યાર્થીઓ ન કરે તે ઈચ્છનીય છે. તથા છેલ્લે, સંસ્કૃત શબ્દ રૂપાવલીનું સંકલન પણ આપ્યું છે, જેથી એકી સાથે બધાં રૂપો મળી શકે.
માર્ગદર્શિકા દ્વારા સરલ સંસ્કૃતમુની શ્રેણિની આદેયતામાં વધારો થશે તેવો વિશ્વાસ છે. શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી પ્રસંગે પૂજ્ય દાદા ગુરુદેવના ચરણોમાં આ પુસ્તકપુષ્પ સમર્પિત કરતા ધન્યતા અનુભવું છું.
પુસ્તક પ્રકાશન અંગેના પ્રતિભાવ-સૂચનો અવશ્ય આવકાર્ય છે. જિનાજ્ઞા વિરુદ્ધ મુદ્રિત થયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્....
શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૬૭ શાંબ - પ્રદ્યુમ્ન મુક્તિગમન દિન ફાગણ સુદ-૧૩ જાગનાથ સંઘ, રાજકોટ
લિ. ગુરુપાદપઘસઘનિવાસી પંન્યાસ યશોવિજય
(પ્રથમ આવૃત્તિમાંથી સાભાર)