________________
૩૬૦
વાર્ષિક પર્વ એ છ હ દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એક શીયલ સલુણ રામજનેતા, પુણ્યતણી પરનાલિકાએ ૭ કેશંબિક ઠામે શંસાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીઓ એ તસ ઘર ઘરણી મૃગાવતી સતી, સુર ભુવને જસ ગાજીયે એ. ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહિ વિષયારસે છે, મુખડું જોતાં પાપ પેલાએ, નામ લેતાં મન ઉલસે એ. ૯ રામ રઘુવંશી તેહની કામિની. જનક સૂતા સીતા સતી એ; જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયે શીયલથી એ, ૧૦ કાચે તાંતણે ચાલી બાંધી, કૂવા થકી જલ કાઢીયું એ, કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉઘાડીયું એ. ૧૧ સુરનરવંદિત શીયલ અખંડિત, શિવા શિવપદ ગામિની એ; જેહને નામે નિર્મલ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એક પાંડવ માતા દસે દશાહની બહેન પતિવ્રતા પધિની એ. ૧૩ શીલવતી નામે શીલવત ધારિણી, ત્રિવિધે તેહને વંદિયે એક નામ જપતા પાતક જાયે, દરસણÉરિત નિકંદીએ એ. ૧૪ નિષધાનગરે નલહ નરીંદની, દમયંતી તસ ગેહિનો એક સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. ૧૫ અનંગ અછતા જગજન પૂછતા, પુષ્પચુલાને પ્રભાવતી એક વિશ્વ વિખ્યાતા કામિતદાતા, સોલમી સતી પદ્માવતી એ. ૧૬ વીરે ભાખી શાઍ શાખી, ઉદયરતન ભાખે મુદા એક વાહાણું વાતાં જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ૧૭