________________
R
૩
“શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૩૫ તપ ગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. શ્રીહીરવિજયસૂરિ શિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરૂ સમે; તસ શિષ્ય વાચક વિનય વિજયે શુ જીન ચોવીશમે. સયસતર સંવત એગણત્રીશે, રહી રાંદેર માસએ; વિજય દશમી વિજય કારણ, કીયે ગુણ અભ્યાસ એ. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ. એ
પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ
સેલ મહા સતીને માંગલિક છંદ. આદિનાથ આદે જિનવર વંદી, સફલ મારથ કીજિ એક પ્રભાતે ઉઠી માંગલિક કામે સેલ સતીનાં નામ લીજિયે એ. ૧ બાલ કુમારી જગ હિતકારી, બ્રાહ્મ ભરતની બેહેનડી એ, ઘટઘટ વ્યાપક અક્ષરરૂપે, સોલ સતીમાં જેહ વડી એ. ૨ બાહુબલ ભગિની સતીયશિરામાણિ, સુંદરી નામે ઋષભસુતાએ અંકવરૂપ ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણજુતા એ. ૩ ચંદનબાલા બાલપણાથી, શીયલવતી શુદ્ધ શ્રાવિકાએક અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકા એ. ૪ ઉગ્રસેન ધુઆ ધારિણીનંદિની, રાજમતી નેમ વલ્લભા એ; જોબન વેશે કામને જીત્યો, સંયમ લેઈ દેવદુલ્લભા એ. ૫ પંચ ભરથારી પાંડવનારી, દ્રપદ તનયા વખાણએ એક એક આડે ચીર પૂરાણ, શીયલમહિમા તસ જાણીએ એ. ૬