________________
ન વ ૫ ૬ આ ર ધ ન પ ર્વ
૨૫૩ સત્તર ચેરાણું શુદિ ચિત્રીએ બારશે બનાવી; સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી. અવસર. ૭ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નર નારી ચાલે રે; ભવની ભાવઠ તે ભાઇને, મુકિતપુરીમાં મહાલે. અવસર. ૮
સિદ્ધચકને ભજીએ રે કે ભવિયણ ભાલ ધરી, મદ માનને તજીએ રે કે કુમતિ દૂર કરી; પહેલે પદે રાજેરે, કે અરિહંત તતનુ, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું. સિદ્ધ. ૧ ત્રીજે પદે પીળા રે, કે આચારજ કહીએ; ' ચેથે પદે પાઠક રે, કે નીલ વર્ણ લહીએ. સિદ્ધ. ૨ પાંચમે પદે સાધુરે, કે તપ સંયમ શૂરા; શ્યામ વણે સહેરે, કે દર્શન ગુણ પૂરા. સિદ્ધ. ૩ દર્શન જ્ઞાન ચારિત્ર રે, કે તપ સંયમ શુદ્ધ વરે; ભવિયણ ચિત્ત આણે રે, કે હૃદયમાં ધ્યાન ધરે. સિદ્ધ. ૪ સિદ્ધચકને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણું રે, કે અમૃત પદ પાવે. સિદ્ધ. ૫
નવપદ ધરજે ધ્યાન, ભવિ તુમે નવપદ ધરે ધ્યાન; એ નવપદનું ધ્યાન કરંતા, પામે જીવ વિશ્રામ. ભાવિ તુમે. ૧ અરિહંત, સિદ્ધ, આચારજ, પાઠક, સાધુ સકળ ગુણ ખાણુ.ભવિ૨ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુમાન. ભવિ. ૩ આસો ચિત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણુ. ભવિ. ૪ એમ એક્યાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ ૫