________________
દશ્ય બીજું : ચમનમણુકરી મારગ જેવરે, ભૂલ્યો સયલ સંસાર”
(અંતર્ગત-સમાજની સ્થિતિને કરુણ ચિતાર)
ત્યાં તે દેવાલયની દિશામાંથી દૂરથી સુમધુર સ્વર તેના કર્ણપટમાં અથડાયે– “ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહું રે, પૂજા અખંડિત એહક કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.
| ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે. પંથડે નિહાળું રે બીજા જિનતણે રે, અજિત અજિત ગુણધામ જે તે જીત્યારે તિણે હું જીતિ રે, પુરુષ કિશ્ય મુજ નામ?.પં. ચરમ નયન કરી મારગ જેવો રે, ભૂ સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પં.
તે સ્વરના અનુસાર તેણે અનુમાન કર્યું કે ગિરાજ દેવાલયમાં બિરાજતા હશે, માટે ચાલ, ત્યાં જ જઈને તેમના સુમધુર કંઠમાંથી નીકળતી ભક્તિનિર્ભ૨ અમૃત રસવાનું પાન કરું. એમ વિચારી તેણે દેવાલયમાં પ્રવેશ કર્યો, ને મૌનપણે એક બાજુ ઊભા રહીને જુએ છે તે ગિરાજ પ્રભુમુદ્રા પ્રત્યે સ્થિર એક્તાન દષ્ટિ કરી પરમ ભાલ્લાસથી લલકારી રહ્યા હતા કે–
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણજો રે, આનંદઘન મત અંબ.
....પંથડો