SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આનદઘનજીનુ વ્યિ જિનમાર્ગદૅશન જ tr * પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ દોરવા માટે આધવામાં આવ્યો છે. મ્લેચ્છને સમજાવવા માટે જેમ મ્લેચ્છ ભાષાના પ્રયાગ કરવા પડે, તેમ પરમાથી અનભિજ્ઞ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારના ઉપયાગ આવશ્યક છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે- જે નિશ્ચયને—પરમાને છેદે છે, ઉત્થાપે છે, તે તત્ત્વને છેદે છે; અને જે વ્યવહારને છેદે છે તે તીર્થને ઉત્થાપે છે. ” પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તા સાધન છે, પરમાર્થરૂપ લક્ષ્યના લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપયેાગિતા છે. વ્યવહાર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્તરાત્તર શુદ્ધિ પણ ક્રમે કરીને આત્માને સ્વરૂપ પર પુન: આરૈપવા માટે છે, સ્વરૂપ પર પુન: આઢ કરવા માટે છે; કારણ કે સ્વરૂપષ્ટ થવાથી જ આત્માનું સંસારપરિભ્રમણ થયું છે. માટે સમસ્ત વ્યવહારનું પણ પ્રથમ ને એક જ પ્રયેાજન આત્માને પુન: સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધરાવવાનુ છે. અને પછી વ્યવહાર રત્નત્રયી દ્વારા આ સ્વરૂપઆરોપણરૂપ પ્રથમ ભૂમિકા–નિજ ‘ પદ્મ’ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય રત્નત્રયીરૂપ મે ક્ષમાગ ના સાધક–સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓનેદશાઓને સ્પર્શતા સ્પર્શીતા મેક્ષમાર્ગે આગળ વધતા જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મેાક્ષને પામે છે—સિદ્ધ અને છે. re * जई जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयए । एगेण विणा छिन्नइ तित्थं अण्णेण उण तच्चं ॥ ..
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy