SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય લેશ્યાવ'ત, સૂર્ય જેવા દીપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુધરા જેવા સ`સ્પવિષહ, સુષુત હુતાશન જેવા તેજથી જવલંત હાય છે. તે ભગવતાને કયાંય પણ પ્રતિબ ધ હોતા નથી,’ પરિચય એટલે શું ? આવા ગુણનિધાન પાતક-ઘાતક સાધુપુરુષના ‘પિરચય’ એટલે શું ? પરિચય એટલે સમાગમ, સત્સંગ, સંસ, ઓળખાણુ, સ્વરૂપપિછાન, તથાદર્શન . એવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, વીતરાગ જ્ઞાની સત્પુરુષને સાધુ સંતજનને તેના ચથાર્થ ગુણુસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું ઃ તથાઇન ’ કરવું, સત્પુરુષનુ સત્પુરુષ સ્વરૂપે જેમ છે તેમ યથાસ્થિત દર્શીન કરવું, તે જ વાસ્તવિક પરિચય અથવા ઓળખાણ છે. આ સતપુરુષ સત્' છે, પ્રત્યક્ષ સત્સ્વરૂપને પ્રાપ્ત થયેલા સાચા સદ્ગુરુ છે; શાસ્રોક્ત સકલ સાધુગુણથી શૈાલતા આ સાધુચરિત સાચા ભાવસાધુ છે; શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મધુર અને શુદ્ધ સ્ફટિક જેવા નિલ પરમ પવિત્ર પુરુષ છે. સવ પરભાવ-વિભાવના સન્યાસ–ત્યાગ કરનારા આત્મારામી એવા આ સાચા સન્યાસી ’– ધસન્યાસ ચેાગી છે; ખાહ્યાભ્યંતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિ થ-ભાવશ્રમણ છે; પરભાવ પ્રત્યે મૌન : cr * सुविदिदपदत्यस्तो संजमतवसंजुदो विगतरागो । समणो समसुहदुक्खो भणिदो सुद्धोवओगोति ॥ .. " - —મી કુંદકુંદાચાર્ય ષ્ટકૃત શ્રી પ્રવચનસાર
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy