________________
ષષ્ઠ પરિચ્છેદ : સત્સંગ અને ભાવમલની ક્ષીણતા - પ્રવચનવાની પ્રાપ્તિ થાય, તે દેષ ટળે ને દષ્ટિ ખૂલે એમ ઉપરમાં કહ્યું, તે આ પ્રવચનવાની પ્રાપ્તિ પણ કેમ થાય ? તે માટેની પરમ અર્થગંભીર કારણપરંપરાને ભક્ત કવિ આનંદઘનજી ઉપન્યાસ કરે છે – પરિચય પાતક ઘાતક સાધુ શું રે.
અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે,
પરિશિીલન નય હેત... સંભવ દેવ તે ધુર સે સવે રે. ૪ અર્થ –પાતકને–પાપને ઘાત-નાશ કરનાર એવા પાતકઘાતક સાધુ સાથે પરિચય, અકુશલ–અશુભ ભાવના અપચયવાળું ( ક્ષીણમલવાળું) ચિત્ત, અને અધ્યાત્મ ગ્રંથનું શ્રવણ-મનન કરી તેનું નય-હેતુપૂર્વક પરિશીલન,( આમ કારણપરંપરા છે).
વિવેચન અત્રે પ્રવચનપ્રાપ્તિમાં કારણભૂત ત્રણ સંકલનાબદ્ધ કારણને ઉલ્લેખ છે(૧) પાતકઘાતક સાધુને પરિચય, (૨) શીશુમલવાળું ચિત્ત, (૩) અધ્યાત્મ ગ્રંથના શ્રવણ-મનનાજિક માને અનુક્રમે વિચાર કરીએ–.