________________
: ૪૬ ઃ
સરલ ઉપાય.
તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિને ઉપયેાગ પૂર્વક પાળવા માટે દત્તચિત્ત-સાવધાન થા!
ત્રીજી શિક્ષા—અઢાર હજાર શીલાંગના પાલનમાં ઉદ્યત અનવું.
ચેાથી શિક્ષા—પરીષહ ઉપસર્ગો સમભાવે સહેવા. પાંચમી શિક્ષા—પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને નિરતિચાર પાળવી.
स्वाध्याययोगेषु दधस्त्र यत्नं,
मध्यस्थवृत्त्याऽनुसराऽऽगमार्थान् ।
अगारवो भैक्षमटा विषादी,
ઉપજાતિ છંદ
हेतौ विशुद्धे वशितेन्द्रियौघः ॥ ४ ॥
જ્ઞાનઘ્યાન, સ્વાધ્યાય અને સયમના શુભ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રયત્ન કર ! શાસ્ત્રાક્ત પદાર્થોની મધ્યસ્થભાવે પ્રતિપત્તિ કર. લાલુપતા આદિ પરિહરી, શાસ્ત્રાક્ત વિશુદ્ધકારણે ઇન્દ્રિયાના સયમપૂર્વક ભિક્ષા-ગેાચરીમાં પ્રયત્નવાળા થા!
છઠ્ઠી શિક્ષા—જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયાદિ શુભ વ્યાપારીની જ પ્રવૃત્તિ રાખ !
સાતમી શિક્ષા—સર્વજ્ઞાક્ત પદાર્થોમાં સ્વબુદ્ધિનું પ્રાધાન્ય ન આપ!
આઠમી શિક્ષા—રસગારવાદિ છેાડી શાસ્રાક્ત વિધિ મુજબ ગાચરીમાં અપ્રમત્ત અન!