________________
આનંદના ઉદ્દગાર
આ પુસ્તકમાંથી સાધુતાની સાધના માટે પ્રતિદિન માદર્શન મેળવી શકાય એમ છે.
સાધુ થયા પછી આપણે શું કરવું જોઇએ ?
કરવા જેવું શું નથી કરતા ?
શાથી નથી કરતાં ?
શક્તિ છતાં પ્રમાદ કેમ થાય છે ?
પ્રમાદ ટાળી શકાય તેમ છે કે નહિ ? વિગેરે બાબતેાના સમાધાન આપમેળે આ પુસ્તકમાંથી મેળવી શકાય તેમ છે. સ્વાધ્યાય ગ્રન્થની જેમ આ પુસ્તકના સ્વાધ્યાય પણ આવશ્યક છે.
આ પુસ્તકના સ્વાધ્યાયથી આપણાં કબ્યાની સભાનતા આવે છે. કન્યે પ્રતિ પાલન કરવાની ઉત્કંઠા થાય છે અને યથાશક્ય આચરણ થાય છે.
આ પુસ્તકના વાચન દ્વારા આત્મા આત્મિક વિકાસ ક્રમમાં આગળ વધે એ જ અભિલાષા.
કૈલાસસાગર