________________
ભાવના રસોયણું
પર્વતની ગહન એકાંત ગુફાઓમાં વસી ધર્મ ધ્યાનમાં દત્તચિત્ત, સમભાવથી તરબોળ થયેલા, પંદર કે મહિનાના ઉપવાસની તપસ્યા કરનારા અને પરમેચ્ચ સંયમી જીવનને સાધતા મુનિવરો ધન્ય છે !!!
બીજા પણ જે કઈ જ્ઞાની, શાસ્ત્રના પારગામી, વિવિધ ધર્મોના ઉપદેશે દઈ જગનું એકાંત ભલું કરવામાં તત્પર શાંત, દાંત, જિતેન્દ્રિય મુનિએ પ્રભુના શાસનને શોભાવે છે, તે સર્વ ધન્ય છે !!!
(અધુરા છંદ) दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्म धन्याश्चतुर्दा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्राद्धयश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान् मुक्तगर्वा: प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ॥
તથા જે પુણ્યાત્મા ગૃહ નિર્મલ ભાવના પ્રેરક બલથી દાન શીલ તપનું આચરણ કરે છે, વિપુલ ભાવનાઓ ભાવે છે અને શ્રુતજ્ઞાનના સતત શ્રવણ મનનાદિથી પરિપષ્ટ થયેલી શ્રદ્ધાપૂર્વક ધર્મને વિશુદ્ધપૂર્વક આરાધે છે.
તેમજ જે પુણ્યશાલિની સાધ્વીએ-શ્રાવિકાઓ સહજ નિર્મલ બુદ્ધિપૂર્વક શીલની પ્રશંસાલાયક વિશુદ્ધ મર્યાદા દઢપણે પાળી જગમાં શ્રેષ્ઠ જિનશાસનની પ્રભાવના કરે છે.
તે બધાના જીવનને કૃતપુણ્ય-ધન્ય બનાવનાર સગુણેને ઈચ્છતા ભાગ્યશાળીએ સ્તુતિ કરી ખરેખર પિતાના જીવનને ઉજજવલ બનાવે છે !!!