________________
છે
રે ?
ભાવના રસાયણ
સંસારરૂપ જંગલમાં ભૂલા-ભટકેલા અજ્ઞાન-મૂઢ પ્રાણીઓને એકાંત કરુણાની બુદ્ધિથી કહેવાયેલી અને તેઓના હિતને કરનારી અમૃત સમાન મધુર એવી શ્રી તીર્થંકર પ્રભુની વાણું તમારું રક્ષણ કરે. આ કાવ્યમાં– ભવરૂપ જંગલ, તે પણ ગાઢ, વળી તેના મૂળને વધુ સિંચી વૃદ્ધિ કરનારા પાંચ આશ્રવરૂપ મેને
નિરંતર વરસાદ,
તથા અનેક કર્મરૂપ વિચિત્ર જટિલ લતાઓના સમૂહથી દુઃશકય સંચરણ, અને ગાઢ મેહને અંધકાર,
–વગેરે દર્શાવી–
–અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ભૂલા પડેલ પ્રાણુઓને અમૃતસમાન મધુર અને હિત સાધવાપૂર્વક સ્વસ્થતા પમાડનારી પ્રભુની વાણીનું મહત્ત્વ દર્શાવ્યું છે.
એટલે પ્રભુની વાણીને કેટલે અતિશાયી મહિમા છે? તેનું સૂક્ષમ ચિંતવન કરી, તે પ્રતિ અપૂર્વ આદર-બહુમાન કરવાનું આ શ્લોક સૂચવે છે.