________________
ભાવના રસાયણ
તથા જન્મ–જરા-મરણના દુઃખસમૂહથી મુક્ત બની ઉત્તમ સંવેગ, નિર્વેદ, જિનેક્ત વચને ઉપર અવિહડ શ્રદ્ધા, દયાલુતા અને પ્રશમ ભાવ આદિ ઉજજવળ ગુણેને ધારક બનીશ!!!
| ભાવના રસાયણ
સંયમની વિશુદ્ધ આરાધના માટે ઉદ્યત બનવા છતાં અનાદિકાલના સંસ્કારોથી દઢમૂળ બનેલી વિષયવાસના અને ઈન્દ્રિાની લાલસાના આવેગને સંયમિત કરવા, અપૂર્વ રસાયન સમાન નીચેના અર્થગંભીર ભાવનાના લેક નિરંતર વિચારવા ઘટે.
પૂ ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચિત શ્રી શાંતસુધારસભાવના ગ્રંથમાંથી ઉપયેગી ધારીને અહીં મૂક્યા છે. प्रभुवाणीमहिमा- | (શાર્દૂલવિક્રીડિત છંદ.) नीरन्ध्रे भवकानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे, नानाकर्मलतावितानगहने मोहान्धकारोध्धुरे । भ्रान्तानामिह देहिनां हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथिताः सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥
જ્યાં ચારે બાજુથી સંસારની વૃદ્ધિ કરનારા હિંસાદિ પાંચે આશ્રરૂપ મેઘ નિરંતર વરસી રહેલ છે તથા જે વિવિધ પ્રકારના કર્મોરૂપ લતાઓના સમૂહથી જટિલદુરસંચાર, અને મેહના ગાઢ અંધકારથી વ્યાપ્ત છે, આવા અતિભીષણ ગાઢ