________________
-: આદર્શ ભાવના :
પ્રત્યેક મુમુક્ષુ સાધુ-સાધ્વીએ જીવનની સાધનાનું અપૂર્વ સાધન અને પરભવના અમૂલ્ય હિતસાધક ભાથા સમાન નીચેની ભાવના અવશ્ય ભાવવી જોઈએ. g:શામ
(શાલવિક્રીડિત છે.) આસોડણરાષચરિત્રપાન કુરે બકા त्यक्ताऽऽरंभपरिग्रहः सुधिहितो वाचंयमः सदगुरुः ॥ धर्मः:केबलिभाषितो वरदयः कल्याणहेतुः पुनः । अर्हत-सिद्ध-सुसाधु-धर्मशरणं भूयात् त्रिशुद्धयाऽऽभवम् ॥
ભાવાર્થ રાગદ્વેષાદિ અઢાર દેથી રહિત વીતરાગ અરિહંત પરમાત્મા એ જ મારા સુદેવ છે.
આરંભ, પરિગ્રહ અને મોહ-માયાથી સર્વથા વિમુક્ત, સાધુતાના આદર્શ પ્રતિમૂર્તિસ્વરૂપ સુવિહિત સાધુઓ જ મારા સદગુરુ છે,
અને તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાનના બળે સ્વયં અનુભવીને જગતના પ્રાણાના એકાંત હિત માટે પ્રરૂપેલ જથણા પ્રધાન અહિંસામય ધર્મ તે જ મારે સદ્ધર્મ છે.