________________
મર્યાદા પદક
: ૧૯૭ :
૧૬. દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કરે.
૧૭. પાંચપર્વી વિગય ન લેવી. ૧૮. દરરોજ કાંઈક પણ અભિગ્રહ કર.
૧૯. અનાચીણું વસ્તુ ન વહેરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવા. આદ્ર પછી કાચી ખાંડ ન વહેરવી.
૨૦. દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લોગસ્સને કાઉસગ્ન કરે. •
૨૧. દશવિધિ સામાચારી વિશેષ પ્રકારે પાળવી. (૪) સં. ૧૭૭૩ મહા સુદ ૨ સોમવારે ભ. શ્રી વિજયક્ષમાસૂરીશ્વરકૃત મર્યાદાપકમાંથી ૧. નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણા. - ૨. બીજા સાધુને સઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હોય તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું.
૩. પાટે ગીતાર્થ બેસે. '
૪. કેટલાક ગીતાર્થે નગરપંડેલીયા-દેશપંડેલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ પરાવર્ત કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપરાવર્તન કરવા.
૫. સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી.