________________
: ૧૫૨ :
તૃતીય સૂત્રની સાર-લેજના
૧૭ અનાચાર. ૧૮ કુશીલાદિને સંસર્ગ. ૧૯ પશુન્ય. ૨૦ અભ્યાખ્યાન. ૨૧ કલહ. ૨૨ જાતિ આદિને મદ. ૨૩ મત્સર. ૨૪ અમર્ષ. ૨૫ મમત્વ. ૨૬ અહંકાર.
ઉપરના છવીશ મલાધાયક (જીવનને કલુષિત કરનાર) પ્રકારે સેવી હૃદય કલુષિત ન કરવું.
૨. હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ અને આરંભસમારંભના સંક૯પ-અધ્યવસાયે ન કરવા.
૩. ઘેર, પ્રચંડ, મહારૌદ્ર, ઘન અને ચીકણું પાપ-કર્મના મલથી મલિન ન થવાય તેનું નિરંતર ધ્યાન રાખવું.
૪. કર્મોના સતત પ્રવાહને ચાલુ રાખનાર આશ્રવના દ્વારેને બંધ કરવા પ્રયત્નશીલ થવું.
તૃતીય સૂત્રની સાર–જના “સંયમની વિશુદ્ધ સાધના માટે અનાદિકાલીન સંકારેના કારણે થઈ જતી પાપ-પ્રવૃત્તિરૂપ શલ્યની તત્ક્ષણ આલોચના પ્રતિકમણદિ દ્વારા શુદ્ધિ કરવી ઘટે. ઘડીભર કે ક્ષણ-લવ જેટલાં ટાઈમ પૂરતું પણ સશલ્ય જીવન જીવવું હિતાવહ નથી.”
આ ઉપરથી સંયમની સાધના કરતા થઈ જતી ભૂલોનું પરિમાર્જન કરી લેવાની શ્રેષ્ઠતા, તથા સેવાઈ ગયેલ દોષને થાબડવા-ઢાંકવાની અસવૃત્તિથી કરાતી સારી પણ આરાધનાની નિસ્સારતા સૂચિત થાય છે.
માટે વિવેકી સંમારાધક પ્રાણીએ ત્રિવિધ ત્રિવિધે સરલ બની યથાશક્ય સ્વદેનું નિરીક્ષણ કરી, દે દૂર કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે.